ભરૂચ: જુના તવરા TPL સીઝન-2નું સમાપન, બાપુ ઇલેવન બની વિજેતા

ભરૂચના જુના તવરા ગામ ખાતે આયોજિત તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન ટુનું સમાપન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ક્રિકેટ રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચના જુના તવરા ગામે આયોજન

  • તવરા પ્રીમિયર લીગ 2નું આયોજન

  • એક મહિનો ચાલી ક્રિકેટ ટુર્નામેન્ટ

  • 10 ટીમોમાં 170 ખેલાડીઓએ લીધો ભાગ

  • બાપુ ઇલેવન બની વિજેતા

ભરૂચના જુના તવરા ગામ ખાતે આયોજિત તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન ટુનું સમાપન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ક્રિકેટ રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના જુના તવરા ગામમાં આયોજિત તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નું ભવ્ય સમાપન થયું હતું. ફાયનલ મેચ બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે રમાય હતી જેમાં બાપુ ઇલેવનનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ લગભગ એક મહિના સુધી ચાલી હતી. ટુર્નામેન્ટમાં 10 ટીમોમાં 170 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રસ વધે, તેમને આગળ વધવા માટે એક મંચ મળે અને ગામમાં એકતા તથા પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories