New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા જ્યોતિ નગરના નાકા પાસેના જવાલેશ્વર મહાદેવના મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાં મૂકેલી ચાર જેટલી દાનપેટીના તાળા તોડીને ચોરી કરી પાલન થઈ ગયા હતા.આ બાબતે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે ઘટના અંગેની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories