New Update
ભરૂચના કંથારીયા ગામનો વિવાદ
વકફની મિલકતના ગેરવહીવટ અંગે ફરિયાદ
ફરિયાદ કરનાર પિતા પુત્ર પર હુમલાનો આક્ષેપ
જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી રજુઆત
હુમલાખોરો સામે કાર્યવાહીની માંગ
ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે
ભરૂચ તાલુકાના કંથારીયા ગામના સુહેલ ગુલામ એહમદ પટેલે ભરૂચ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર કંથારીયા ગામના મદ્રસા,મસ્જિદ જેવી ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતીને ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વકફ બોર્ડ તરફથી પુરાવા રજુ કરવા નોટીસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ જાનથી મારી નાંખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનો સુનિયોજીત પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગત તારીખ-૧૬મી સપ્ટેમ્બરના રોજ સામજિક કામ માટે સુહેલ ગુલામ એહમદ પટેલ અને તેના પિતા ગુલામ એહમદ ઉંમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન થામ રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઈટ પાસે નંબર પ્લેટ વિનાની ફોર વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Latest Stories