ભરૂચ : કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તડામાર તૈયારી, મહોત્સવના આયોજન માટે આયોજકોની બેઠક યોજાય...

ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે

New Update
  • કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની કરાશે ઉજવણી

  • સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં મહોત્સવનું આયોજન

  • શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનું આયોજન

  • કેસરોલ ગામ ખાતે શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તડામાર તૈયારી

  • શરદપૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજન માટે યોજાય મહત્વની બેઠક

ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છેત્યારે તેના આયોજન માટે એક બેઠક યોજાય હતી.

સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદપૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આગામી તા. 30 ડિસેમ્બર-2024ના રોજ એક દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છેત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જેમાં પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા અને ગુજરાતી લોક ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે જેને લઈને કથાપ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવ નિમિત્તે રવિવારના રોજ આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં આગેવાન બલદેવ આહીરઅજય રણાનરેશ ઠક્કરકનુ પરમાર સહિત સનાતન સંત પરિવારગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં સર્વજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે