ભરૂચ : સરફરાઝ પાર્કમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોની પાલિકા કચેરીએ રજૂઆત...

ભરૂચ શહેરના વોર્ડ નં. 1ના સરફરાઝ પાર્કમાં પાલિકાની સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરતા આગામી દિવસોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી.

New Update

વોર્ડ નં. 1ના સરફરાઝ પાર્કમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરાય

પાલિકા સભ્યએ કેટલીક સુવિધાનો અભાવ હોવાનું જણાવ્યુ

અન્ય સુવિધાઓ માટે ચીફ ઓફિસરે સ્થાનિકોને ખાતરી આપી

આગામી દિવસોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી અપાય

ભરૂચ શહેરના વોર્ડ નં. 1ના સરફરાઝ પાર્કમાં પાલિકાની સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરતા આગામી દિવસોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નં. 1માં આવેલ સરફરાઝ પાર્કમાં પાલિકા દ્વારા પ્રાથમિક જરૂરીયાત પુરી પાડવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. 25 વર્ષોથી પાલિકા દ્વારા વેરો વસૂલાત કરવામાં આવતો હોવા છતાં પણ પાલિકા ઓરમાયું વર્તન કરી સુવિધા આપતી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ બાબતે પાલિકા સભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા સલીમ અમદાવાદીએ જણાવ્યુ હતું કેલોકોની રજૂઆત મુજબ ગટરલાઈટ વિગેરે સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમ છતાં રોડ સહિત અન્ય સુવિધાઓનો હજુ અભાવ છે. જોકેઆગામી દિવસોમાં તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવશે તેવી પાલિકા ચીફ ઓફિસર દ્વારા ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

#Bharuch #Gujarat #Protest #Locals #Society #lack of facilities #Nagar palika
Here are a few more articles:
Read the Next Article