ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચમાં યોજાયું સ્વચ્છતા અભિયાન 

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન 

મહાત્મા ગાંધીને સ્વચ્છતા અભિયાન થકી પાઠવી શ્રદ્ધાંજલિ 

કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા 

ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના હોદ્દેદારો સભ્યો પણ જોડાયા   

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisment
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છ ભારત રૂપે સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપવા હેતુ ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે લક્ષ્મીનારાયણ દેવ કોલેજના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.

ભોલાવ ગામની નારાયણ કુંજ વિહાર સોસાયટી પર પડેલો કચરો તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને માર્ગ પર કચરો નહિ ફેંકવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડો. નિધિ ચૌહાણ, નિશી દેસાઈ, જાબેર તસ્નીમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમીષાબેન, ઉપસરપંચ  યુવરાજસિંહ , તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન,પંચાયત સભ્ય બાબુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.