ભરૂચ: વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

New Update
Advertisment
  • ભરૂચ વિધાનસભા ભાજપ દ્વારા આયોજન

  • દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

  • રાજપુત્ર છાત્રાલય ખાતે આયોજન કરાયું

  • આગેવાનોએ દિવાળીની પાઠવી શુભેચ્છા

  • કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નુતનવર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories