New Update
ભરૂચમાં ગણેશોત્સવની ઉજવણી મધ્યાહને પહોંચી છે,ત્યારે શહેરના ચંદન ચોક ગણેશ મંડળ દ્વારા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાની સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવમાં વિવિધ ગણેશ મંડળોના અવનવી થીમ સાથેનાં ડેકોરેશન આકર્ષણ જમાવી રહ્યા છે.જેમાં ચંદન ચોક ગણેશ મહોત્સવમાં ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું નિદર્શન કરવામાં આવ્યું છે.ચંદન ચોક ખાતે છેલ્લા 34 વર્ષથી ગણેશ મહોત્સવ ની ઉજવણી વિવિધ થીમ અને ડેકોરેશન સાથે કરવામાં આવે છે.જેનું ભરૂચના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળે છે.આ વર્ષે ચંદન ચોક ખાતે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડનો સફાયો કર્યો હતો,તેનું લાઈવ ડેકોરેશન ગણેશ મહોત્સવમાં કરવામાં આવ્યું છે.ગણેશ ભક્તિ સાથે દેશ ભક્તિને ઉજાગર કરતા ચંદન ચોકના ગણેશ મહોત્સવનું ભક્તોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
Latest Stories