New Update
-
ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજન
-
શિક્ષકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
-
લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરાયો
-
લીવરના રોગ જાણવા ટેસ્ટ ઘણો ઉપયોગી
-
સ્કૂલ અને કોલેજના મેનેજમેન્ટનો સરાહનીય પ્રયાસ
ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાયડ્સના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અધ્યાપકોના લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં આ પ્રકારના ટેસ્ટ ઉપલબ્ધ નથી અને આ પ્રકારનો ટેસ્ટ કરાવવા વડોદરા સુરત જવું પડે છે તેમજ તેની મૂલ્ય પણ રૂ.3500થી 4000 હજાર હોય છે ત્યારે લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટીઓ યોગેશ પારીક અને મેનેજમેન્ટના પ્રયાસથી આ કેમ્પ યોજાયો હતો જેનો અધ્યાપકોએ લાભ લીધો હતો.સ્પર્શ ક્લિનિકના ડો.ચેતન મોરથણા અને તેમની ટીમ દ્વારા આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ પ્રકારનો ટેસ્ટ લિવરનો સોજો, લીવરનું ઇન્ફેક્સન, લીવરના અન્ય રોગો અને લીવર ઇન્જરીની ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે ઉપયોગી છે.