New Update
ભરૂચના રાવળીયાવાડમા આવેલી છે શાળા
શાળાને દાંડિયા બજારમાં ખસેડવાના નિર્ણયનો વિરોધ
મિશ્ર શાળા 10 અને 35ને દાંડિયા બજારમાં ખસેડાશે
85 વિદ્યાર્થીઓના ભણતરનો પ્રશ્ન, વાલીઓએ વિરોધ નોંધાવ્યો
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. શહેરની કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.
વાલીઓએ આપેલી માહિતી અનુસાર, સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે. આ મુદ્દે વાલીઓએ જણાવ્યું કે રાવળીયાવાડ વિસ્તારમાં મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના છે. જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે, જેનાથી તેમના ભણતર પર ખરાબ અસર પડશે. આ તરફ નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.
Latest Stories