ભરૂચ : બુસા સોસાયટીના પંચવટીમાં સાપ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું...

ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

New Update
  • નંદેલાવ વિસ્તારની બુસા સોસાયટીમાં સાપ જોવા મળ્યો

  • પંચવટી વિસ્તારમાં સાપએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ

  • બનાવના પગલે જીવદયા પ્રેમી ઘટનાસ્થળે દોડી આવ્યા

  • પ્રકૃતિ સંરક્ષણ લોકકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સાપને રેસક્યું કરાયો

  • બિન-ઝેરી સાપ હોવાનું જાણવા મળતા સ્થાનિકોમાં રાહત

ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વરસાદની મોસમમાં સરિસૃપ જીવો જમીનમાંથી  અવાર નવાર બહાર નીકળી રહેણાક વિસ્તારમાં પણ આવી જતા હોય છેત્યારે તાજેતરમાં જ વરસેલા કમોસમી વરસાદના કારણે સરિસૃપ જીવો બહાર નીકળી આવવાના કેટલાક બનાવો પણ સામે આવી ચૂક્યા છે. તેવામાં ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં ગત રાત્રે લગભગ 11:45 કલાકે સાપ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકેસ્થાનિક યુવક યશ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હીરેન શાહનો સંપર્ક કર્યો હતો.

સાપ નીકળ્યો હોવાની જાણ થતાં જ હીરેન શાહ તથા જિગર પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાજ્યાં બચાવ દળે સાપને કોઈપણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસક્યું કર્યો હતો. ત્યારબાદ સાપને અનુકૂળ અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેરેસક્યું કરાયેલ સાપ ચેકર્ડ કીલબેક એટલે કેતે બિન-ઝેરી સાપ હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફસાપ દેખાય તો ગભરાટ કર્યા વગર અને તેને નુકસાન પહોંચાડ્યા વિના તરત જ તાલીમપ્રાપ્ત સાપ બચાવ કાર્યકરોનો સંપર્ક કરવા પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

Latest Stories