New Update
/connect-gujarat/media/media_files/2025/06/19/screenshot_2025-06-19-16-59-06-87_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-06-19-17-12-40.jpg)
ભરૂચ શહેરના નાના ડભોઇયાવાડ વિસ્તારમાં રહેતો મોહસિન શબ્બીર હૂસેન સેવાશ્રમ રોડ પર લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.
થોડા સમય પહેલાં તેને નાણાંકિય જરૂરિયાત ઉભી થઇ હતી આથી તેણે શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતાં અસલમ નામના રિક્ષાવાલા પાસેથી 10 હજાર રૂપિયા લીધાં હતાં. જેનું તેણે વ્યાજ પણ ચુકવ્યું હતું. મોહસિને તેણે લીધેલાં તમામ રૂપિયાની ચુકવણી કરી લીધાં બાદ પણ અસલમે તેના હજી રૂપિયા બાકી છે તે જણાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
તે દરમિયાન મોહસિન તેની લારી લઇને સેવાશ્રમ રોડ પર આઇસીઆઇસીઆઇ બેન્ક પાસે ઉભો હતો.તે વેળાં અસલમે રીક્ષામાં આવી તેના પર હુમલો કર્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઇ જતાં તેમણે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ ત્યાં હાજર પૈકીના એક શખ્સે અસલમને પકડીને સિવિલ હોસ્પિટલ સુધી લઇ આવ્યો હતો. જોકે, બાદમાં તે ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવન પગલે તેમણે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories