ભરૂચ: મહેશ વસાવાએ કહ્યું BJPએ વિકાસ નથી કર્યો માટે રાજીનામું આપ્યું, ભાજપ પ્રમુખે પણ આપી તીખી પ્રતિક્રિયા !

મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું

New Update
  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું રાજીનામુ

  • રાજીનામા મામલે મહેશ વસાવાનું નિવેદન

  • ભાજપે વિકાસ નથી કર્યો: મહેશ વસાવા

  • જિલ્લા ભાજપ પ્રમુખની પ્રીતિક્રિયા

  • તાજમહલ કરતા SOU જોવા વધુ લોકો જાય છે: પ્રકાશ મોદી

Advertisment
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવવાના પુત્ર મહેશ વસાવાએ લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો પરંતુ અચાનક જ ગતરોજ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજરોજ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કર્યો નથી માટે તેઓએ રાજીનામું આપ્યું છે અને આગળના સમયમાં તેઓ લોકોના કામ કરતા રહેશે.
તો બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ મહેશ વસાવાના નિવેદન અંગે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. તાજમહેલ નિહાળવા જેટલા લોકો નથી જતા એનાથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી  નિહાળવા જાય છે એ જ ભાજપનો વિકાસ છે.
Advertisment
અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાય રહ્યું છે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ બાદ અન્ય હોદ્દાઓની  ફાળવણી માટે ડખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Advertisment
Latest Stories