ભરૂચના હાંસોટ તાલુકા લમાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો
ભરૂચના હાંસોટ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિના વેર્યો છે.વાલીયા પંથકમાં વરસેલા 16 ઇંચ વરસાદના પગલે કીમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યુ હતું જેના કારણે આજે સવારથી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના પગલે સીઝનમાં બીજી વખત મહત્વનો ગણી શકાય તેવો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. માર્ગ બંધ થતાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કીમ નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો.કીમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોટના પાંજરોલી અને આસારમાં ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો જેના પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું. જેમાં આસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાંથી 114 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. કીમ નદીના જળ સ્તરમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે