ભરૂચ: મકતમપુર મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, SIRમાં ગેરરીતિના આક્ષેપ

ભરૂચના મકતમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update
  • ભરૂચ કલેકટરને કરાય રજુઆત

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • મકતમપુર મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર

  • SIRમાં ગેરીરીતિના આક્ષેપ

  • જવાબદારો સામે પગલા ભરવા માંગ

ભરૂચના મકતમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
ભરૂચના મકતમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન/ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. ગામના સ્થાનિક રહીશો આ બાબતે ચિંતિત છે કે BLO દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે.
તેવામાં મકતમપુર ગામના 290 કરતા વધુ નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર-7 ભરી અરજી કરનાર અને વાંધો ઉઠાવનાર દિવ્યેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, કલ્પેશકુમાર કેશવ ભાઈ પટેલ,ગણેશભાઈ પૂનમભાઈ માછી દ્વારા કોઈક ષડયંત્રના ભાગરૂપે ચોક્કસ સમાજના મતદારોના નામ કરવી કમી કરવા માટે કરવામાં આવેલા પ્રયાસમાં સામેલ આગેવાનો સામે તેમજ તેમને બચાવવા નીકળેલા સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories