ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, રખડતા ઢોર બાબતે હેરાનગતિના આક્ષેપ

ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું 

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • માલધારી સમાજ દ્વારા કરાય રજુઆત

  • રખડતા ઢોર બાબતે હેરાનગતીના આક્ષેપ

  • પાંજરાપોળની ભૂમિકા સામે સવાલ ઉઠાવાયા

  • યોગ્ય પગલાં ભરવાની માંગ

ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું 
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઝીણા ભરવાડ,પશુ પાલકો સહિત સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પાલિકા કે મહા નગર પાલિકામાં રખડતા પશુ પકડી પાંજરાપોળ મોકલી આપવામાં આવે છે.અને પશુ માલિકે સોગંદનામું રજૂ કરી દંડ ભરી પોતાનું પશુ છોડાવી લેવાનું હોઈ છે.
પરંતુ ભરૂચ નગર પાલિકા કોઈપણ ગાય પકડીને ફોટો પડતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે પશુઓ પકડી પાંજરાપોળમાં પણ આપવામાં આવતા નથી જેથી પશુ પાલક પોતાનું જાનવર ઘરે પરત નહીં આવતા તે ભરૂચ પાંજરાપોળ તપાસ અર્થે જાય છે.ત્યારે ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવા સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ઉપરાંત પાંજરાપોળની ભૂમિકા શંકાસ્પદ હોવાના આક્ષેપ કરી તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories