New Update
ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આગ
નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આગ
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
આગ લાગવાનું કારણ અકબંધ
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઇડીસી સ્થિત નેરોલેક પેન્ટસ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે GIDC ના રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગના બનાવ અંગેની તપાસ ઈન્ડરસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસની ટીમ કરી રહી છે.
Latest Stories