ભરૂચ: દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા, સાથી કામદારે બેટ વડે માર્યો માર

પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી  જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી

New Update
  • ભરૂચના દહેજમાં હત્યાનો બનાવ

  • ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા

  • અંગત અદાવતે સાથી કામદારે હત્યા કરી

  • બેટ વડે માર મારતા કામદારનું મોત નિપજ્યું

  • દહેજ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના દહેજના ન્યુ વાડિયા ગામે અંગત અદાવતે પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી વિગતો અનુસાર દહેજના ન્યુ વાડીયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામપ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે અંગત અદાવતે બોલાચાલી થઈ હતી.
જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામપ્રવેશ નામના વ્યક્તિએ મૃતક રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે દહેજ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment