ભરૂચ:અંકલેશ્વર ઔદ્યોગિક દુર્ઘટના સ્થળની મુલાકાત લેતા MLA ચૈતર વસાવા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેટોક્સ કંપનીખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી

New Update
  • ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટનો મામલો

  • ચાર કામદારોના મોતથી ચકચાર

  • MLA ચૈતર વસાવાએ લીધી કંપનીની મુલાકાત

  • ઘટના અંગેનો મેળવ્યો ચિતાર

  • મૃતકોના પરિવારને એક કરોડ સહાય ચૂકવવાની કરી માંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રા.લી.માં સર્જાયેલી દુર્ઘટનાને પગલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ દોડી આવ્યા હતા.અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી હતી.

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રા.લી.માં ફીડ ટેન્કની રેલિંગના વેલ્ડીંગ કામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં ચાર કામદારોના કરુણ મોત નિપજ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ કંપની ખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી હતી,અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી હતી,જ્યારે મૃતક કામદારોના પરિવારને કંપની દ્વારા એક એક કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી. 

Latest Stories