ભરૂચ: નેત્રંગના સ્વામિનારાયણ મંદિરમાંથી રૂ.10 હજારના મોબાઈલની ચોરી, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે  ૨૦ થી ૨૫ વર્ષની

New Update
MixCollage-04-Apr-2025-10-11-AM-2112

ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે  ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમા પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરમા બનાવેલ મઢુલીમા થોડી વાર માટે બેસીને પછી નિજ મંદિરમા પ્રવેશ કરે છે.

જયા દાન પેટી મુકવામા આવેલ છે ત્યા જઇને દાન પેટી ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી દાન પેટી આધીપાછી નહિ થતા મંદિરમા  ભજનકિઁતન સતત ચાલુ રહે તે માટે એક મોબાઇલ ફોન જેની કિંમત આશરે દસ હજાર આસપાસ જે મુકવામા આવેલ છે.તેની ઉપર સતત ભજનકિઁતન ચાલુ જ રહે છે.તસ્કરને દાન પેટી ઉઠાવવાની ફાવટ નહિ આવતા મંદિરમા ભજનકિઁતનની ધુન ચાલતી હતી તે મોબાઇલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઇન ગેટની બહાર જતો મંદિર પરિસરમા મુકેલ સીસીટીવીના ફૂટેજમા કેદ થઇ ગયો છે.મંદિર વહીવટ કતાઁઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.