ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજન
પ્રોલાઈફ ફાઉન્ડેશનનો સાંપડ્યો સહયોગ
મહિલા પોલીસકર્મીઓએ વેક્સીન મુકાવી
સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપતી વેક્સીન મુકાવી
વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ રહ્યા ઉપસ્થિત
ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસકર્મીઓ માટે પાનોલી ના પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100થી વધુ મહિલા પોલીસકર્મીને વેક્સીન મુકવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું. વડોદરા રેન્જના આઈ.જી. સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ.પી. કચેરી ખાતે પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ વિના મૂલ્ય વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.આ કેમ્પમાં જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ 100 મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી. મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદી હતી.આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા એસ.પી અક્ષય રાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.