ભરૂચ: સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઝઘડિયાના હરીપુરા ગામ નજીક વનકવચનું લોકાર્પણ, 20 હજાર વૃક્ષનું કરાયુ વાવેતર

"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચ વન વિભાગની અનોખી પહેલ

  • ઝઘડિયા તાલુકામાં વન  વિકસવાયું

  • 20 હજાર વૃક્ષનું કરવામાં આવ્યું વાવેતર

  • સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ

ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ નજીક સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ઉચ્છબ ગામ નજીક  સાંસદ મનસુખ વસાવાના હસ્તે "વન કવચ"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ "વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે. બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે.આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે.
વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદની સંરક્ષક વી.એમ. ચૌધરી અને એચ.આર. જાદવ, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના આરએફઓ આર.એસ. રહેવર, હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.