-
સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર સામે રોષ કર્યો વ્યક્ત
-
નેત્રંગમાં રસ્તાના ખાતમુહર્ત કાર્યક્રમમાં સાંસદે કર્યું સંબોધન
-
રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની લાગવગ ચલાવાશે નહીં
-
કોઈની પણ ભલામણથી દૂર રહેવા અધિકારીઓને આપી સૂચના
-
રસ્તાનું નિર્માણ ગુણવત્તા યુક્ત થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રસ્તાના ખાતમુહર્તના કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરને કામ ન મળે એનું ધ્યાન રાખવા માટે સૂચન કર્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગના ખખડધજ માર્ગની કાયાપલટ કરવા માટે પુનઃ નિર્માણનું કાર્ય કરવામાં આવશે,અને રસ્તાના નિર્માણ કાર્ય માટે નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની લાગવગ વગર રસ્તાનું નિર્માણ કરવા માટે જણાવ્યું હતું.વધુમાં કોઈની ભલામણને પણ ધ્યાન પર ન લેવા જણાવીને માત્ર ક્વોલિટી વર્ક પર ધ્યાન આપવા માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.