ભરૂચ: ઝઘડિયા GIDCમાં લારી જિલ્લા દબાણ હટાવવા મુદ્દે MP મનસુખ વસાવાએ અટકાવી કાર્યવાહી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી,જોકે સાંસદ મનસુખ વસાવા આ અંગે તંત્રને રજૂઆત કરીને કાર્યવાહી અટકાવી દીધી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.અને આ અંગે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી,જોકે વિધવા અને જરૂરિયાત મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદભવતા આ અંગેની જાણ સાંસદ મનસુખ વસાવાને કરવામાં આવતા તેઓ તાબડતોબ ઝઘડિયા જીઆઇડીસી ખાતે દોડી આવ્યા હતા,અને નોટીફાઈડ સહિતના તંત્રને દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી.અને સાંસદની રજૂઆતને તંત્રે માન્ય રાખીને દબાણો હટાવોની કાર્યવાહીને મુલતવી રાખી હતી.જેના કારણે લારી અને ગલ્લા ધારકોએ સાંસદ મનસુખ વસાવા તેમજ સ્થાનિક આગેવાન દિલીપ વસાવા સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના સમયે સ્થાનિક આગેવાનો સરલાબેન વસાવા,દિલીપ વસાવા સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા.જ્યારે સ્થાનિક આગેવાન સરલા વસાવાએ જીઆઇડીસીમાં કાર્યરત ઉદ્યોગો સામે પ્રદૂષણ મુદ્દે આક્ષેપ કર્યા હતા,અને રોજગારી પણ સ્થાનિકોને મળતી ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
Latest Stories