ભરૂચ: આદિવાસીઓના ધર્મપરિવર્તન અંગેના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકાર્યુ,જુઓ શું કહ્યું

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું.

New Update
  • રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું નિવેદન

  • મોરારીબાપુની રામ કથામાં નિવેદન આપ્યું

  • આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે: હર્ષ સંઘવી

  • હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકર્યુ

  • આદિવાસીઓના ભોળપણનો લાભ લેવામાં આવે છે: મનસુખ વસાવા

Advertisment
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસીઓને પટાવી ફોસલાવી તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સમર્થન આપ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના ભોળપણનો લાભ લઈ કેટલાક વિધર્મી લોકો તેઓને ધર્મ પરિવર્તન કરાવે છે ત્યારે હર્ષ સંઘવીના નિવેદનને તેઓએ આવકાર્યું હતું

Advertisment
Latest Stories