New Update
ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર
વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા
મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન
નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું
લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !
ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.