New Update
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીનો ચકચારી બનાવ
10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ
પોલીસ તપાસમાં થયા ચોંકાવનારો ખુલાસો
બાળકી સાથે અગાઉ પણ આચરાયું હતું દુષ્કર્મ
નરાધમે બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો પણ નાખ્યો
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી. 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી. માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી. બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પોલીસે બળાત્કારનો ગુનો નોંધી DYSP અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો.જે આરોપીની પુછપરછમાં તેણે વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઇજા પહોંચી હતી આથી તેની 2 સર્જરી કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચકચારી કેસ માટે પોલીસ દ્વારા સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે જેનું સુપર વિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો.કુશલ ઓઝા કરી રહ્યા છે તો બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા કામે લાગી છે.પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે સાથે સ્પેશ્યલ પ્રોસિક્યુટરની પણ માંગ કરાશે.બાળકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે.