ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સવા લાખ દીવડા અને આતશબાજી સાથે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતાશબાજી અને સવા લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • આજે મહા સુદ સાતમ નર્મદા જયંતિની ઉજવણી

  • ભરૂચમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • ગાયત્રી મંદિર ખાતે સવા લાખ દીવડા પ્રજ્વલિત કરાયા

  • ભવ્ય આતશબાજી સાથે નર્મદા જયંતિની ઉજવણી

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

Advertisment
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતાશબાજી અને સવા લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના  ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખધિરજી મહારાજના પાવન આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અન્નકૂટ દર્શનના કાર્યક્રમ સાથે માતાજીને 1008 ચૂંદડી  અર્પણ કરવામાં આવી હતી.પાવન સલીલા માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે સવા લાખ દીવડાની મહાઆરતી સાથે ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા હતા.આતાશબાજી સાથે દિવડાના પ્રકાશથી નર્મદા નદી કિનારે ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.માં નર્મદાના પ્રાગટય દિવસને શ્રદ્ધાળુઓએ ઉત્સાહ સાથે વધાવ્યો હતો અને માં નર્મદાની કૃપા હંમેશા ભક્તો પર વરસતી રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Latest Stories