New Update
ભરૂચમાં આવેલું છે શિશુગૃહ
નેરોલેક કંપની દ્વારા કરાયુ કાર્ય
સામાજિક જવાબદારી નિભાવવામાં આવી
વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય
લોકાર્પણ સમારોહ યોજાયો
ભરૂચની નેરોલેક કંપની દ્વારા શિશુગૃહમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવાતા લોકાર્પણ સમારોહ યોજાયો હતો
ભરૂચમાં કાર્યરત કનસાઈન નેરોલેક કંપની દ્ધારા સી.એસ.આર.ફંડમાંથી શીશુગૃહમાં જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવતાં નવા સાધન સામગ્રીઓનું લોકાપર્ણ કરાયું હતું. ભરૂચની ગુજરાત ગેસ કંપની નજીક આવેલ શીશુ ગૃહમાં બાળકો તથા સંચાલકો માટે મહત્વની સુવિધારૂપ સીસીટીવી કેમેરા, વોશીંગ મશીન, બે કબાટ, ઈન્વટર, પતરાનો શેડ તથા બાળકો માટે રમત ગમતના સાધનોની સુવિધા કરી આપતા નવા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન પીનાકીન કંસારા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વીવીયન ક્રિશ્ચિયન તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના સભ્યો તથા કશ્યપભાઈ નારે કોમર્શીયલ ઈન્ચાર્જ, ધવલ જાદવ એન્જીનિંયરિંગ ઓફીસર, શ્રવણ કુમાર પી.ઈ. ઓફિસર, આલોક મિશ્રા પ્રોડકશન ઓફીસર મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.
Latest Stories