ભરૂચ : નેત્રંગમાં મોસમનો સૌથી વધુ 770 MM વરસાદ નોંધાયો, જંબુસરમાં સૌથી ઓછો 171 MM વરસાદ ખાબક્યો

ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો, ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 770 MM નોંધાયો છે, જિલ્લામાં વીત્યા 24 કલાકમાં કુલ 40.67 MM વરસાદ નોંધાયો છે.

New Update

જિલ્લામાં મોસમનો કુલ 407.22 MM વરસાદ નોંધાયો

નેત્રંગ તાલુકામાં મોસમનો સૌથી વધુ વરસાદ ખબક્યો

નેત્રંગ તાલુકામાં વરસ્યો હતો કુલ 770 MM વરસાદ

જંબુસરમાં મોસમનો સૌથી ઓછો 171 MM વરસાદ પડ્યો

જિલ્લામાં 24 કલાકમાં કુલ 40.67 MM વરસાદ નોંધાયો

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં મોસમનો સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 770 MM વરસાદ ખાબક્યો હતોજ્યારે જિલ્લામાં વીત્યા 24 કલાકમાં કુલ 40.67 MM વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી મળતી માહિતી મુજબછેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 40.67 MM વરસાદ નોંધાયો હતો. વરસાદના આંકડા પર નજર કરીએ તોભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 76 MM, ભરૂચ તાલુકામાં 39 MM વરસાદ નોંધાયો છેજ્યારે હાંસોટ 36 MM, ઝઘડિયા તાલુકામાં 39 MM, અંકલેશ્વર તાલુકામાં 81 MM, નેત્રંગ તાલુકામાં 36 MM, વાગરા તાલુકામાં 19 MM, જંબુસર 16 MM, આમોદ 24 MM મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 40.67 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તોભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 770 MM નોંધાયો છેજ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો 171 MM વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ 407.22 MM નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પુર નિયંત્રણ કક્ષ તરફ જાણવા મળ્યા છે.

Latest Stories