New Update
ભરૂચના આમોદ નજીકની પરિસ્થિતિ
નેશનલ હાઇવે 64નો માર્ગ બિસ્માર હાલતમાં
માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન
ઉડતી ધૂળના કારણે વિકટ સમસ્યા
રસ્તાના સમારકામની માંગ
ભરૂચના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 64નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ઉડતી ધૂળના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
ભરૂચના આમોદમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 હાલ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. રસ્તાની દયનીય હાલતના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રોડ પર ઉડતી ધૂળ અને ખાડાઓના કારણે રોજિંદા આવાગમનમાં ભારે પરેશાની સર્જાઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે જો નિયમિત રીતે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ઉડતી ધૂળથી થોડી રાહત મળી શકે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે સતત અવગણના કરવામાં આવી રહી છે. પરિણામે લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે.લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઇવે નં. 64 પર નિયમિત પાણીનો છંટકાવ તેમજ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી માર્ગની બિસ્માર હાલતના કારણે વાહનચાલકો ઉપરાંત સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Latest Stories