New Update
ભરૂચના દહેજનો બનાવ
નિલગાયનું મોત નિપજ્યું
ભૂંડને પકડવા માટે બિછાવી હતી જાળ
વન વિભાગે કરી કાર્યવાહી
2 શિકારીઓ પાસે રૂ.2 લાખનો દંડ વસુલ્યો
ભરૂચના દહેજમાં ભૂંડના શિકાર માટે બિછાવેલી જાળમાં નિલગાયનું કરુણ મોત નિપજ્યું હતું ત્યારે વન વિભાગે બે ઈસમોની અટકાયત કરી તેઓ પાસેથી ૨ લાખનો દંડ વસૂલ્યો હતો.
ભરૂચના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્યપ્રાણીના શિકાર અને મૃત્યુની ઘટના પ્રકાશમાં આવી છે. દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને ઝાડી-ઝાંખરામાં શિકારીઓ દ્વારા ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નિલગાય ફસાઈ ગઈ હતી, જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું. વન વિભાગને માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં નિલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી. ​વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવીયા અને રાકેશ શના રાઠોડના નામો ખુલ્યા હતા. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જાળ ડુક્કર પકડવા બિછાવી હતી પરંતુ તેમાં નિલગાય ફસાઈ ગઈ હતી. વનવ વિભાગે બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા ૨ લાખનો દંડ વસૂલ કર્યો છે.
Latest Stories