New Update
ભરૂચમાં સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આયોજન કરાયું
નુક્કડ નાટક પ્રદર્શનનું આયોજન
પ્લાસ્ટિકના નુકશાન અંગે જાગૃતિ અંગેનો પ્રયાસ
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નાટક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયંસેવકો દ્વારા ભરુચ બસ ડેપો ખાતે IEC પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક નુક્કડ નાટકનું પ્રદર્શન કરાયું હતું.આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો.નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરિત અસરોને લઈને પ્રદર્શન કર્યુ હતું.નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો.આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા, શિવાની રાજ, મયૂરધ્વજસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories