New Update
દિવાળીના તહેવારોનો થયો પ્રારંભ
આજે ધનતેરસના પર્વની ઉજવણી
મહાલક્ષ્મી માતાજીનું કરવામાં આવે છે પૂજન
માતાજીને અતિપ્રિય છે કમળનું પુષ્પ
ભરૂચમાં ઠેર ઠેર કમળના પુષ્પોનું વેચાણ
આજે ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાજીનું પૂજન અર્જન કરવામાં આવે છે ત્યારે મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા પુષ્પ કમળનું ભરૂચમાં ઠેર ઠેર વેચાણ થયું હતું
પ્રકાશના પર્વ દિપાવલીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે ધનતેરસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે માતા વૈભવ લક્ષ્મીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આસો માસની વદની તેરસના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે ત્યારે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું.માતાજીના પૂજનમાં કમળનો ઘણો જ મહિમા રહેલો છે લક્ષ્મી માતાજીને કમળનું પુષ્પ અતિપ્રિય છે ત્યારે ભરૂચમાં ઠેર ઠેર કમળનું વેચાણ થયું હતું. ધનતેરસના રોજ પ્રદોષ કાળમાં માતા લક્ષ્મી, ધનપતિ કુબેર, ભગવાન ધન્વંતરિ અને ગણેશજી પૂજા કરવામાં આવે છે. ધનતેરસની પૂજા કરવાથી આખું વર્ષ ધન, સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
Latest Stories