ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે.

New Update

આજરોજ વિજયા દશમીનું પર્વ

પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજાનું કરવામાં આવ્યું આયોજન

શસ્ત્રો અને અશ્વોનું પૂજન કરાયુ

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયુ

SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે.
અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા થતી શસ્ત્ર પૂજા કરવાની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે ત્યારે ભરૂચ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ શસ્ત્ર સહિત પોલીસ કાફલામાં સામેલ અસ્વ અને શ્વાનની પણ પૂજા કરવામાં આવી હતી.
શસ્ત્ર પૂજન વિધિ દરમ્યાન જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને વિજયાદશમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. 
Latest Stories