New Update
આવતીકાલે રક્ષાબંધનના પર્વની ઉજવણી
ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન તહેવાર
બજારોમાં ચહલ પહલ જોવા મળી
રાખડીની અવનવી વેરાયટી
રાખડીના વેચાણમાં જોવા મળી તેજી
ભરુચ શહેરમાં રક્ષા બંધન પર્વ નિમિત્તે બજારોમાં બહેનોએ રાખડીની ખરીદી કરી હતી જેના પગલે બજારોમાં ચહલ પહલ જોવા મળી હતી. ભરુચ શહેર સહિત જીલ્લામાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન પર્વને લઈ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે રાખડી બજાર ધમધમી ઉઠ્યું છે.
રક્ષાબંધન તહેવારને અનુલક્ષી હવે ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી હતી.રાખડી બજારમાં આ વખતે અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. નાના બાળકો, યુવાનો તેમજ મોટેરાઓને ધ્યાને રાખી રાખડીઓની અવનવી વેરાયટી બજારમાં ઠલવાઇ છે. મોંઘી રાખડીઓ વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમના પર્વમાં બજારોમાં ઘરાકીમાં તેજી જોવા મળી રહી છે.
Latest Stories