New Update
ભરૂચમાં દશેરાના પર્વની ઉજવણી
અનોખી રીતે ઉજવણી કરાય
સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા
વૃક્ષની છાલ માતાજીને કરવામાં આવે છે અર્પણ
દેવું ઉતરતું હોવાની માન્યતા
ભૃગુભુમી ભરૂચમાં વિજયા દશમીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દશેરાના પર્વ નિમિત્તે દેવામાંથી મુક્તિ માટે સિંઘવાઇ માતાના મંદિરે ભક્તો સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરે છે.
​અસત્ય પર સત્યના વિજય સ્વરૂપ દશેરા પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ભરૂચમાં આ પર્વ એક અનોખી માન્યતા સાથે ઉજવાય છે. અહીં લોકો દેવું ઉતારવા અને આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે એક વિશેષ પૂજા કરે છે.​રક્ષાબંધનના દિવસે ભાઈના હાથે બાંધવામાં આવેલી રક્ષા પણ આજના દશેરાના પાવન પર્વે સિંઘવાઇ મંદિરે છોડવામાં આવે છે.ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે. ભક્તોનું માનવું છે કે, મંદિર પરિસરમાં રહેલા સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે.​આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા અહીં આવે છે. તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમી વૃક્ષની છાલ નખથી ઉતારીને માતાજીને અર્પણ કરે છે. આ છાલને ત્યારબાદ ચુંદડીમાં મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.
Latest Stories