New Update
-
હોળી ધુળેટીના પર્વને ઉજવવા થનગનાટ
-
બજારોમાં જોવા મળી ચહલ પહલ
-
અવનવા પ્રકારની પિચકારીઓનું વેચાણ
-
ઓર્ગેનિક રંગો લોકોની પહેલી પસંદ
-
ધાણી-ખજૂરનું પણ ધૂમ વેચાણ
ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રંગોના પર્વ હોળી અને ધુળેટીના તહેવારને ઉજવવા માટે ભરૂચ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં પણ ચહલ પહલ વધી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થતા હવે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે આ વર્ષે બજારોમાં અવનવા પ્રકારની પિચકારી અને રંગોએ લોકોમાં આકર્ષણ જણાવ્યું છે ગત વર્ષની સરખામણીએ રંગો અને પિચકારીના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી ત્યારે લોકો પિચકારી અને રંગોની ખરીદી કરી રહ્યા છે કેમિકલ યુક્ત રંગોના બદલે હવે લોકો ઓર્ગેનિક રંગો તરફ પણ વળ્યા છે.
આ તરફ હોળીની હુતાસણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે.ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધુળેટી પર્વને લઈ હાટડીઓ ઉભી કરવામાં આવી છે જયાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે
Latest Stories