-
ઉતરાયણમાં પતંગ દોરીથી સર્જાય છે અકસ્માત
-
ન.પા.દ્વારા લોકોની સુરક્ષા માટે લગાવ્યા તાર
-
ઓવરબ્રિજ સહિતના સ્થાનો પર લગાવ્યા તાર
-
સ્ટ્રીટ લાઇટ પર પણ લગાવ્યા તાર
-
સુરક્ષિત અને સાવચેત રહેવા માટે નાગરિકોને કરાય અપીલ
ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગની દોરીથી નાગરિકોને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી ઓવરબ્રિજ પર તાર લગાડવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત તેમજ સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો ઉત્સુક બન્યા છે,ત્યારે નગરપાલિકા દ્વારા પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે.જે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે.સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે.જેના પગલે પતંગ રસિકોની દોરીથી કોઇ વાહનચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે.જેના પગલે ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકોનાં ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઈટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે.