ભરૂચ: જંબુસરના કોરા ગામે વરસાદી કાંસમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત

ભરૂચ જિલ્લામાં  ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જંબુસર તાલુકાના કોરા ગામે અર્જુનભાઈ રાઠોડ નામના વ્યક્તિ વરસાદી કાંસ નજીક ગયા હતા

New Update

ભરૂચના જંબુસરના કોરા ગામે વરસાદી કાંસમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું

ભરૂચ જિલ્લામાં  ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જંબુસર તાલુકાના કોરા ગામે અર્જુનભાઈ રાઠોડ નામના વ્યક્તિ વરસાદી કાંસ નજીક ગયા હતા તે દરમિયાન અચાનક જ તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા જંબુસર અને ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ તેમના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટેમ અર્થે ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે કાવી પોલીસે તપાસ શરૂ કરી છે
#CGNews #Deadbody #One person died #drowning in lake #Bharuch #Jambusar
Here are a few more articles:
Read the Next Article