ભરૂચમાં આદિવાસી સમાજમાં રોષ
સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી ટીપ્પણી
આદિવાસી યુવક-યુવતી અંગે કરાય હતી પોસ્ટ
એ ડિવિઝન પોલીસ મથકે કરાય રજુઆત
પોસ્ટ કરનાર યુવક સામે ફરિયાદ નોંધવા માંગ
અંકલેશ્વરમાં સોશ્યલ મીડિયા પર આદિવાસી યુવતી અને યુવા પર થયેલ ટિપ્પણીના મુદ્દે સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ભરૂચ આદિવાસી સમાજના યુવાનો દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી હતી
તાજેતરમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આદિવાસી સમાજ અંગે અભદ્ર ટિપ્પણીના મુદ્દે આદિવાસી યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી.
જે પોસ્ટ અંગે આદિવાસી સમાજના યુવા વર્ગ ને જાણ થતાં તેમના દ્વારા પોસ્ટના પ્રુફ એકત્ર કર્યા હતા અને યુવાનને સમાજની માફી માંગણી કરી હતી આ તરફ ભરૂચમાં આદિવાસી સમાજના લોકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી.
ભરૂચ: સોશ્યલ મીડિયા પર આદિવાસી યુવતી અને યુવા પર થયેલ ટિપ્પણીના મુદ્દે રોષ, પોલીસને કરાય રજુઆત
અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..
ભરૂચમાં આદિવાસી સમાજમાં રોષ
સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી ટીપ્પણી
આદિવાસી યુવક-યુવતી અંગે કરાય હતી પોસ્ટ
એ ડિવિઝન પોલીસ મથકે કરાય રજુઆત
પોસ્ટ કરનાર યુવક સામે ફરિયાદ નોંધવા માંગ