/connect-gujarat/media/media_files/2025/11/04/niasfi-2025-11-04-13-55-09.png)
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પલેક્ષની અગાસીનો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાયી થતા હડકંપ મચી ગયો હતો.
ધરાશાયી થયેલા ભાગના કાટમાળ નીચે પાર્ક કરેલી બાઈકને નુકસાન પહોંચ્યું હતું, જોકે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરના વિસ્તારોમાં હજુ પણ જૂના અને જર્જરિત મકાનો તથા બિલ્ડીંગો આવેલી છે. સમયસર સમારકામ ન થવાને કારણે આવા મકાનો ધીમે ધીમે જોખમરૂપ બની રહ્યા છે. મદની કોમ્પલેક્ષમાં પણ આ પ્રકારની જ સ્થિતિ સર્જાઈ હતી. આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં અગાસીનો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો.
ઘટનાના અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. કાટમાળના એક બાઈક પર પડતા નુકસાન થયું હતું, પરંતુ સદભાગ્યે કોઈ માણસ ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.સ્થાનિક રહેવાસીઓએ તંત્રને માંગણી કરી છે કે શહેરમાં આવેલા જર્જરિત મકાનોનું સમયસર સર્વે કરીને જરૂરી સમારકામ અથવા કાર્યવાહી હાથ ધરી, જેથી ભવિષ્યમાં જાનહાની અટકાવી શકાય તેવા પ્રયત્નો કરવા માંગ કરી હતી.