ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ધરપકડ કરી

New Update
Parol
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા માટે ઘાટલોડીયા અમદાવાદ ખાતે તપાસમાં હતા.તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી બાલુ મગનભાઈ માવી હાલ રહે, ધુમા,વિધાસાગર સ્કુલની અંદર, લેબર કોલોનીમાં, તા.ઘાટલોડીયા જી.અમદાવાદ મુળ રહે. ચીલાકોટા તા.લીમખેડા જી.દાહોદનાને ધુમા,વિધાસાગર સ્કુલની અંદર લેબર કોલોનીમાંથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી છેલ્લા 11 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories