ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી

New Update
dahej marine Police
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી,નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ પેરોલ ફર્લો ટીમના પી.આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ આશિષ પટેલ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી અને જોધપુરના રૂડકલી ગામમાં રહેતો જસવંત સુનીલ બિશ્નોઇને ઝડપી પાડ્યો હતો
Advertisment
Latest Stories