New Update
ભરૂચમાં ચોરીનો બનાવ સામે આવ્યો
જલારામ સોસા.માં તસ્કરો ત્રાટકયા
2 મકાનમાં ચોરીનો બનાવ
લોકો ગણેશ વિસર્જનમાં ગયા હતા
પોલીસને કરવામાં આવી જાણ
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર નજીક આવેલ જલારામ સોસાયટીના 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગતરોજ ગણેશ વિસર્જન હોવાથી સોસાયટીના મોટાભાગના લોકો ગણેશ વિસર્જનમાં ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો અને બે મકાનના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ અગાઉ અનેક વખત આ જ સોસાયટીમાં ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે ત્યારે ચોરીના બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Latest Stories