New Update
/connect-gujarat/media/media_files/2025/07/31/shrei-opm-2025-07-31-17-47-52.jpeg)
ભરૂચ જિલ્લાના શિક્ષણક્ષેત્રના ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શિક્ષા સંગમ (ABSS) કાર્યક્રમમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પાંચ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓની તક્તીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું, જેમાં ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળાનો સમાવેશ થતા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત PM SHRI (Prime Minister Schools for Rising India) યોજનાનો ઉદ્દેશ્ય ભારતના શિક્ષણ પ્રણાલીને પરિવર્તિત કરવાનો છે.ગુજરાત રાજ્યમાં કુલ ૪૪૮ જેટલી PM SHRI શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજયની ૩૩ શાળોઓની પસંદગી થઈ હતી. જે પૈકી ભરૂચ જિલ્લાની ૧૩ શાળાઓમાં PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાની પસંદગી થઈ હતી. શાળા માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતી સીમિત ન રહેતા, બાળકોને જીવનની તમામ સમસ્યાઓ સામે તૈયાર કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે કૌશલ્યવર્ધક તાલીમ આપવાના NEP ના લક્ષ્યને સાર્થક કરી રહી છે.
Latest Stories