ભરૂચ: ઝઘડિયામાં અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ, 37 ઈસમો પર કાર્યવાહી

ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.

New Update
  • ભરૂચની ઝઘડિયા પોલીસની કાર્યવાહી

  • અસામાજિક તત્વો પર તવાઈ

  • 37 ઈસમો પર કાર્યવાહી કરાય

  • 10 આરોપીઓના વીજ જોડાણ કપાયા

  • 1 આરોપીની કરાયો તડીપાર 

ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં છેલ્લા 3 દિવસથી પોલીસનું બુલડોઝર એક્શન દેખાઈ રહ્યું છે. 
ભરૂચ જિલ્લામાં 300થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાયા બાદ હવે ગુનેગારોના ગુનાહિત ભુતકાળ અને અસામાજિક પ્રવૃત્તિઓની ગંભીરતાના આધારે હવે બુલડોઝર એક્શનની શરૂઆત કરાઈ છે.ઝઘડિયામાં નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાની આગેવાનીમાં હાથ ધરાયેલી કોમ્બિંગ સહિતની કામગીરીમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ તાલુકાને ધમરોળવામાં આવ્યા હતા. ડિવિઝનની પોલીસે 10 આરોપીઓના વીજ જોડાણ કાપી નાખ્યા તો 2 આરોપીઓના દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. અહીં એક આરોપીને પાસા પણ કરાઈ છે. કાયદાના કોરડા 37 આરોપીઓ પર વિંજાયા હતા. 
Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ગડખોલના DG નગરમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું, રૂ.4.28 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારી ઝડપાયા

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • અંકલેશ્વરના ડીજી નગરમાં ચાલતું હતું જુગારધામ

  • 9 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા

  • રૂ.4.28 લાખનો મુદ્દામાલ જપ્ત

  • શ્રાવણીયા જુગાર પર પોલીસના દરોડા

Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાન નંબર-બી-23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસ સ્થળ પરથી  1 લાખથી વધુ રોકડા અને એક ફોર વહીલર,3 ટુ વહીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ,હિતેશ રસિક દાવડા,હસમુખ પરબત છાયા,કનુ ભાયલાલ રોહિત,મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર,જમન બચુ બુટાણી,હરસુખ રણછોડ ફળદુ તેમજ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટીલ નામના જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.