ભરૂચ: સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહનચેકીંગ શરૂ કરાયુ, તમામ ગતિવિધિઓ પર પોલીસની નજર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ

  • સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન

  • ભરૂચમાં પણ પોલીસ એલર્ટ

  • હાંસોટમાં પોલીસ દ્વારા વાહનચેકીંગ શરૂ કરાયુ

  • તમામ પરિસ્થિતિ પર પોલીસની નજર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બંને દેશો સામ સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે જેના ભાગરૂપે સંવેદનશીલ ગણાતા ભરૂચના પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હાંસોટમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.હાંસોટ ટાઉનમાંથી પસાર થતાં દરેક વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે.હાંસોટ નજીક જ આલિયાબેટ જેવો દુર્ગમ વિસ્તાર આવેલો છે ત્યારે પોલીસ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Latest Stories