New Update
/connect-gujarat/media/media_files/2025/02/07/7i2Lz1n4JCRMfEWVwJrJ.jpg)
ભરૂચ જીલ્લાના બે અલગ અગલ સ્થળોએથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૩૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ નવી નગરીમાં રહેતો આરીફ છત્રસંગ ચૌહાણ પોતાના ઘર પાસે મોબાઈલ ફોન વડે વરલી મટકાનો આંકડાનો જુગાર રમી રમાડે છે.જેવી બાતમીન આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી આરીફ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.
તો આવી જ રીતે ભરૂચના ઝંગાર-સામલોદ ગામ તરફ જવાના માર્ગ ઉપર સ્મશાન પાસેના બાકડા ઉપર કેટલાક જુગારીયાઓ ભેગા મળી જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને બે મોબાઈલ ફોન મળી કુલ 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગામના જુગારી શોએબ આરીફ પટેલ,ભાઈલાલ દોલસંગ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories