New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે આવેલ મકાનમાંથી 6 જુગારીયાઓને રૂ.32 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે કમન નુરમોહમ્મદ મન્સુરીના મકાનમાં મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ સઇદ શેખ માણસો બહારથી બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 25 હજાર અને બે મોબાઈલ ફોન મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે સોનેરી મહેલ ડુમવાડમાં રહેતો જુગારી મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ સઇદ શેખ,મોહમ્મદ અસ્લામ ફારૂક લહેરી,મુજમ્મીલ ઉર્ફે મુન્નો બશીર શેખ અને જલાલ હુસેન સૈયદ,યુસફ ખાન દિલવર ખાન પઠાણ તેમજ જફર મેહમુદ મલેકને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories